બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા વાપીમાં 2જી ઓક્ટોબરે બાઇક રેલીનુંં અને 8મી ઓક્ટોબરે શિવાની દીદીના પ્રવચનનું આયોજન
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયની વાપી શાખા દ્વારા આગામી 2જી ઓક્ટોબર ગાંધી જયંતીના દિને 75મી આઝાદી પર્વના અમૃત મહોત્સવ સંદર્ભે 75 બાઇક સવાર સાથે સડક સુરક્ષા અભિયાન યોજી લોકોને જાગૃત કરશે. જે બાદ 8મી ઓક્ટોબરે જાણીતા આંતરરાષ્ટ્રીય વક્તા શિવાની દીદીનું આધ્યાત્મિક પ્રવચનનો લોકોને લ્હાવો મળે તેવું આયોજન કર્યું છે. જે માટે વાપી શાખાના રશ્મિ દીદીએ પત્રકાર પરિષદ યોજી આ બંને મહત્વના કાર્યક્રમો અંગે વિગતો આપી હતી.
વાપી શાખા ખાતે કાર્યક્રમોની વિગતો આપતા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના રશ્મિ દીદીએ જણાવ્યું હતું કે, તારીખ 2 ઓક્ટોબર ગાંધીજયંતી રવિવારના દિવસે 75માં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે બ્રહ્માકુમારી સંસ્થાની ટ્રાન્સપોર્ટિં વિંગ દ્વારા વાપીમાં એક સ્વચ્છ, સ્વસ્થ અને સુરક્ષિત ભારત અભિયાન અંતર્ગત બાઇક રેલીનું આયોજન કર્યું છે.
લોકોને સડક સુરક્ષ...