બૉસ…! સાહેબનું કમિટમેન્ટ પૂરું નહિ થતા હવે વાપીવાસીઓએ હાડમારી ભોગવ્યે જ છૂટકો…!
વાપીમાં ચોમાસા પહેલા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે બલિઠા બ્રિજ કાર્યરત કરવાનું બીડું ઝડપ્યું હતું. જો કે ચોમાસુ શરૂ થઈ ચૂક્યું છે અને બલિઠા બ્રિજ દિવાળી પહેલા પણ પૂર્ણ થશે કે કેમ તે સંદેહ છે. તો, વળી વાપી ટાઉનમાંથી પસાર થતા મુખ્ય ફોરલેન ROBના પીલ્લર સુધીનું કામ ચોમાસા પહેલા પૂર્ણ કરવાની ખાતરી પણ પૂર્ણ થઈ નથી. જે ટાઈપ બ્રિજની કામગીરીના પણ હાલ એ જ છે. ચાર રસ્તાથી ચણોદ તરફનો માર્ગ પણ હજુ અધુરો છે. ટૂંકમાં બૉસ... ના પગલે ચાલતા સાહેબે... વિકાસના કામોના ખાતમુહરત કરતી વખતે અને નિર્માણ કામગીરી શરૂ કરતી વખતે આપેલા વાયદા હાલ પૂરતા તો પોકળ સાબિત થયા છે.
ચોમાસાની શરૂઆત થતા જ વાપી ટાઉનમાં ટ્રાફિક સમસ્યા વકરી છે. હાઇવે નંબર 48 પર પણ છરવાડા ક્રોસિંગ નું કામ ચોમાસા પહેલા પૂરું કરવાનું હતું તે પૂરું નહિ થતા હાઇવે પર ટ્રાફિક જામ ની સમસ્યા છે. બલિઠા ફાટક, ટાઉન ફાટક, રેલવે ગરનાળા માં કે વાપી ચાર રસ્તા આ...