ઉમરગામના બોરીગામેં ખેડૂતના ખેતરમાં લગાવેલ સેફટી જાળીમાંથી 12 ફૂટ લાંબા 35 કિલો વજનના અજગરનું રેસ્ક્યુ કર્યું
ઉમરગામ તાલુકાના બોરિગામ ઝાડી ફળિયા ખાતેથી પ્રથમ વાર 12 ફૂટ લાંબા અને 35 કિલો વજન ધરાવતા અજગરને વાપી એનિમલ રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવી લેવાયો છે. બોરિગામ ઝાડી ફળિયાના શુક્કરભાઈ લખુભાઈના ખેતરમાં આ અજગર સેફ્ટી જાળ માં ફસાઈ ગયો હતો, જેની જાણ વાપી એનિમલ રેસ્ક્યુ ટીમ ના વર્ધમાન શાહ ને થતાં સાથી મિત્ર સાથે પહોંચી ગયા હતા. જેઓએ વિલંબ કર્યા વિના તરત જ જાળ માં ફસાયેલ અજગર ને બચાવી સુરક્ષિત વન વિસ્તારમાં મુક્ત કર્યો હતો.
ઉમરગામ તાલુકાના બોરિગામ ઝાડી ફળિયા ખાતે રહેતા શુક્કરભાઈ લખુભાઈના ઘરની પાસે આવેલ ખેતર માં મોડી રાતે એક વિશાળકાય અજગર સેફ્ટી જાળ માં ફસાઈ ગયો હતો, જેની જાણ થતાં ઘટના સ્થળે ગામના લોકો વિશાળકાય અજગર ને જોવા એકત્રિત થઈ ગયા હતા, આ વાત ની જાણ વાપી એનિમલ રેસ્ક્યુ ટીમ ના વર્ધમાન શાહ ને થતાં સાથી મિત્ર શિયાળ મુકેશ સાથે તેઓ ઘટના સ્થળે ત્વરિતે પહોંચી ગયા હતા. જોકે વર્ધમાન શાહ દ્વારા 15 વર્ષ મ...