
ગુજરાત મહારાષ્ટ્રની સરહદે પાલઘરના ઝાઈ અને વેવજી ગામેં સરહદી વિવાદ, કલેકટર સહિતના અધિકારીઓએ લીધી મુલાકાત
વાપી :- મહારાષ્ટ્ર ના પાલઘર જિલ્લાના તલાસરી તાલુકામાં વેવજી ગ્રામ પંચાયત બાદ, સ્થાનિકોએ ગુજરાત રાજ્ય દ્વારા પડોશી ગામ ઝાઈની જમીન પર અતિક્રમણ કર્યું હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેને લઈને પાલઘરના કલેક્ટર ગોવિંદ બોડકેએ બુધવારે સરહદી વિસ્તારના બંને ગામોની મુલાકાત લીધી. જોકે આ સમયે શાંતિ હતી, પરંતુ સ્થાનિકોએ સીમાંકન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આથી આગામી શિયાળુ સત્રમાં આ મુદ્દે ચર્ચા થશે તેવું અનુમાન છે.
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના તલાસરીના વેવજી ગામ બાદ ગુજરાતે ઝાઈ ગામની જમીન પર અતિક્રમણ કર્યું હોવાનો મુદ્દો ગામના લોકોએ ઉઠાવ્યો હતો. ઉમરગામ તાલુકાની ગોવાડા ગ્રામ પંચાયતે 2020માં ઝાઈ ગામના કેટલાક ગ્રામજનોને ઘર ખાલી કરવાની નોટિસ જારી કરીને કહ્યું હતું કે તેઓએ તેમની જમીન પર મકાનો બનાવ્યા છે. જો કે, ગ્રામજનોએ દાવો કર્યો હતો કે તેઓ કાયમી રહેવાસી છે અને ગુજરાતે મહારાષ્ટ્રની જમીન પર અતિક્રમણ કર...