સરકારી દવાખાનામાં તબીબોની ગેરહાજરીમાં ખાનગી ક્લિનિક ખોલી ગામલોકોની સારવાર કરતા બોગસ તબીબની ધરપકડ
ધરમપુર અને તેની આસપાસ ના વિસ્તાર માં છેલ્લા કેટલાક સમય થી બોગસ ડોક્ટરોની હાટડીઓ ધમધમે છે જેઓ પાસે કોઈ પણ પ્રકારની ડીગ્રીઓ, ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એસોસિએશનમાં કોઈ નોંધણી ન હોવા છતાં પણ કેટલાક BMS ડીગ્રી ધરાવતા તબીબ પ્રેક્ટિસ કરી રહ્યા છે. ગામના સરકારી દવાખાનાઓમાં સરકારી તબીબોની અનિયમિતતા તેમજ મોંઘા ભાડા ખર્ચી અન્ય સરકારી હોસ્પિટલમાં નહિ જઈ શકતા બીમાર દર્દીઓની સારવાર માટે તેમની હાટડીઓ 24 કલાક ખુલ્લી રહે છે.
ત્યારે વલસાડ આરોગ્ય વિભાગના ડોકટરની ટિમ અને ધરમપુર પોલીસને મળેલી બાતમીને આધારે પંગારબારી ગામે જાદવ ફળીયા ખાતે ક્લિનિક ચલાવતા ઉજ્જલ વીરેન્દ્ર મહન્તાને ઝડપી લીધો હતો. જેની પાસે થી અંદાજીત 52,200 ની દવાઓ ઇન્જેક્શન તેમજ ગ્લુકોઝની બોટલોનો જથ્થો કબ્જે કર્યો છે.
મહત્વ નું છે કે બોગસ તબીબની પોલીસે ધરપકડ કરતા સ્થાનિક ગામના અગ્રણીઓ ડોક્ટરની ભલામણ કરવા પોલીસ સ્ટેશને દોડી આવ...