Friday, October 18News That Matters

Tag: Bogus doctor arrested for running illegal Ayurvedic clinic in Vapi and compromising health of human life

વાપીમાં ગેરકાયદેસર આયુર્વેદિક ક્લિનિક ચલાવી માનવ જિંદગીના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબની ધરપકડ

વાપીમાં ગેરકાયદેસર આયુર્વેદિક ક્લિનિક ચલાવી માનવ જિંદગીના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબની ધરપકડ

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપીમાં ગાંધી સર્કલ નજીક આવેલ શીતલ એપાર્ટમેન્ટમાં સાંઈ સંધ્યા ક્લિનિકના નામે ગેરકાયદેસર આયુર્વેદિક દવાખાનું ખોલી ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન અને ગુજરાત બોર્ડ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડીસીનના રજિસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર મેળવ્યા વગર તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ તબીબ મણિશંકર બીરેન પાંડેની ધરપકડ કરવામાં આવી છે. વાપી ટાઉન પોલીસે જિલ્લા પંચાયત આયુર્વેદ વિભાગની ફરિયાદ આધારે ક્લિનિકમાંથી 43,384 રૂપિયાની દવાઓનો જથ્થો જપ્ત કરવા સાથે બોગસ તબીબ સામે IPC કલમ 269 તથા ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસ એક્ટ 1963 ની કલમ 30, 35 હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વાપીમાં વૈશાલી સિનેમા નજીક ભારતી એપાર્ટમેન્ટમાં રહેતા અને ગાંધી સર્કલ નજીક આવેલ શીતલ એપાર્ટમેન્ટમાં સાંઈ સંધ્યા ક્લિનિકના નામે ગેરકાયદેસર આયુર્વેદિક દવાખાનું ખોલી બોગસ તબીબી પ્રેક્ટિસ કરતા મૂળ કાસદર, નોર્થ 24...