
મુંબઈ વડોદરા એક્સપ્રેસ વેના નિર્માણ દરમિયાન વૈતરણા નદીમાં 20 કામદારો સાથેની બોટ પલ્ટી, 2 કામદાર લાપતા
પાલઘર-મુંબઈ વડોદરા એક્સપ્રેસ વેના નિર્માણ દરમિયાન વૈતરણા નદીમાં બોટ પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટના પાલઘર જિલ્લાના એક ગામ પાસે બની હતી. મુંબઈ વડોદરા એક્સપ્રેસ વેના બાંધકામનો કોન્ટ્રાક્ટ ધરાવતી GR કંપનીની બોટમાં કામ પર આવતા 20 કામદારો સાથેની બોટ પલ્ટી ગઈ હતી. સવારે 6 વાગ્યે બનેલી આ ઘટનામાં 18 જેટલા કામદારો સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. જ્યારે 2 કામદાર હજુ પણ ગુમ છે. વહીવટી તંત્રએ ઘટના સ્થળે પહોંચી ગુમ થયેલા કામદારની શોધખોળ ચાલુ કરી છે.
મળતી વિગતો મુજબ મહારાષ્ટ્રની વૈતરના નદીમાં ટગ બોટ પલટી જતાં 18 લોકોને બચાવી લેવાયા છે, 2 ગુમ થયા છે. આ ઘટના સવારે લગભગ 6 વાગ્યે બની હતી. જ્યારે JNP-વડોદરા એક્સપ્રેસવેના નિર્માણમાં રોકાયેલી કંપનીની ટગ બોટમાં કામદારો મુસાફરી કરી રહ્યા હતા.
સોમવારે સવારે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં વૈતરણા નદીમાં 20 કામદારોને લઈ જતી ટગ બોટ પલટી જતાં ઓછામા...