વાપી નજીક હાઇવે પર ભડભડ સળગી BMW:- સલામત સવારી માટે 3 BMW કાર ખરીદી ને ત્રણેય આગમાં સ્વાહા થતા સુરક્ષા પર ઉઠ્યા સવાલ!
વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 પર એક BMW કારમાં અચાનક આગ લાગતા હાઇવે પર ટ્રાફિક જામ સહિત અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં કાર ચાલકનો બચાવ થયો હતો. કાર ચાલક ગોયમાંના યુવકે જણાવ્યું હતું કે 2 વર્ષમાં તેમની આ ત્રીજી BMW કાર છે જે અચાનક આગમાં સ્વાહા થઈ છે. સુરક્ષા માટે લોકો લાખોની કાર લે છે પરંતુ જે રીતે ત્રણેય કારમાં આગની ઘટના બની છે તે જોતા આ કાર કેટલી સુરક્ષિત કહેવાય તે અંગે કંપનીમાં કંમ્પ્લેઇન કરીશ.
વાપી નજીક નેશનલ હાઇવે નંબર 48 પર DD03-H-0077 નંબર ની દમણ પાર્સિંગની એક BMW કારમાં અચાનક આગ લાગી હતી. ઘટનાની જાણ ફાયર જવાનોને કરતા ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગની જ્વાળાઓમાં આગ સંપૂર્ણ ખાખ થઈ હતી.
ઘટના અંગે મળતી વિગતો મુજબ મૂળ પારડી તાલુકાના ગોયમાં ગામના વતની એવા પ્રેગ્નેશ અમરત પટેલ તેમની DD03-H-...