વલસાડના રક્તદાતાઓ 10 મહિનામાં 285 યુનિટ રક્ત આપી 5 વર્ષની બાળકીને નવજીવન બક્ષી રહ્યા છે
સમગ્ર વિશ્વમાં જ્યારે 14મી જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસની ઊજવણી થઈ રહી છે ત્યારે વલસાડ જિલ્લાના રક્તદાન કેન્દ્ર કે જે રિજિયોનલ બ્લડ બેન્ક છે, તેમના દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સમગ્ર વલસાડ જિલ્લાના તેમજ દમણ અને દાદરા નગર હવેલીના જરૂરિયાતમંદ દર્દીઓને સંબંધીઓ તરફથી લોહીની અપેક્ષા રાખ્યા વગર વિના મૂલ્યે લોહી પૂરું પડાઈ રહ્યું છે.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાનકડા ગામની ૫ વર્ષની બાળકીને કે જેનું બ્લડ ગૃપ A +ve છે અને એ પ્લાસ્ટિક એનિમિયાના રોગથી પીડીત હોવાથી વારંવાર લોહી ચઢાવવાની જરૂર પડે છે. આ બાળકી માટે વલસાડ રક્તદાન કેન્દ્ર અને રક્તદાતાઓ દ્વારા 18 યુનિટ RCC, 254 યુનિટ પ્લેટલેટ, 2 યુનિટ SDP અને 1 યુનિટ પ્લાઝમા મળી કુલ 285 યુનિટ રક્ત આપવામાં આવ્યું છે.
વલસાડ રક્તદાન કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ હેઠળ સરકારી હોસ્પિટલોમાં જરૂરિયાતમંદ દર્દીઓને એમના સંબંધીઓ તરફથી લોહીની અપેક્...