
લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે ભાજપે પાર્ટીફંડ ઉઘરાવવાનું શરૂ કર્યું? વલસાડ-ડાંગ લોકસભા માટે ડૉ. K. C. પટેલનું નામ નિશ્ચિત?
વર્ષ 2024માં લોકસભા સામાન્ય ચૂંટણી યોજાવાની છે. જે માટે ભાજપે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સાથે જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ગુજરાતના મતદારોએ ભાજપને જંગી લીડ આપી ફરી સત્તારૂઢ કર્યા છે. ત્યારે, મતદારોનો આ મિજાજ બરકરાર રહે તેવા પ્રયાસો સાથે ભાજપે અત્યારથી જ લોકસભા ચૂંટણીને લઈ ઉદ્યોગકારો પાસેથી મળતું પાર્ટી ફંડ ઉઘરાવવાનું શરૂ કર્યું છે.
ખાનગી સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ હાલમાં જ ભાજપ હાઇકમાન્ડ તરફથી સૂચનાઓ મળ્યા બાદ વાપી GIDC સહિત સરીગામ GIDC, ગુંદલાવ GIDC, ઉમરગામ GIDC માં કાર્યરત ઉદ્યોગોના સંચાલકો સાથે પાર્ટીએ પત્રવ્યવહાર કરી આગામી લોકસભા 2024ની ચૂંટણી માટે ફંડ આપવા અપીલ કરી છે.
પાર્ટી ફંડ માટે ઉદ્યોગકારોને માનવવાનું શરૂ કર્યું......
સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ ભાજપે આગામી લોકસભા ચૂંટણીના ઉમેદવાર તરીકે પણ ડૉ. કે. સી. પટેલ પર કળશ ઢોળ્યો છે. વર્ષ 2019 કરતા પણ વધુ મતથી ડૉ. ક...