દમણમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાની ઉપસ્થિતિમાં બે દિવસીય ક્ષેત્રીય પંચાયતીરાજ પરિષદનો શુભારંભ, સરકારી યોજનાઓ પર અપાયું મહત્વપૂર્ણ માર્ગદર્શન
કેન્દ્રશાસિત પ્રદેશ દમણના મીરસોલ રિસોર્ટમાં ભાજપના 6 રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગોવા, મધ્યપ્રદેશ અને દાદરા નગર હવેલી દમણ દિવની જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખને વિશેષ માર્ગદર્શન આપવા ક્ષેત્રીય પંચાયતીરાજ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ પરિષદમાં ઉપસ્થિત રહીને તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી જોડાઈને ઉપસ્થિત 135 પદાધિકારીઓને વિવિધ વિષયો પર મહત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પરિષદમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, ભારતીય સાંસ્કૃતિક સબંધ પરિષદના અધ્યક્ષ ડો. વિનય સહસ્ત્રબુદ્ધે અને ભાજપ રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીએ મહત્વનું સંબોધન કર્યું હતું. આ પરિષદ યોજવા અંગે ભારતીય સાંસ્કૃતિક સબંધ પરિષદના અધ્યક્ષ ડો. વિનય સહસ્ત્રબુદ્ધેએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભાજપ પાર્ટીમાં પ્રશિક્ષણ, પ્રબોધન અને કાર્યકર...