ભાજપના નેતાઓ કાર્યકરોની ફૌજ સાથે ઉદ્ઘાટનમાં, નિષ્ક્રિય કોંગ્રેસ બેઠકમાં, આપ આવેદનોમાં વ્યસ્ત! વિધાનસભા ચૂંટણી 2022ની તૈયારી?
ગુજરાતમાં હાલ જે રીતે રાજકારણમાં પલટા આવી રહ્યા છે. જે રીતે ભાજપ સિવાયના પક્ષ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અને અન્ય પાર્ટીઓના નેતાઓ ગુજરાતમાં આંટાફેરા મારી રહ્યા છે. ભાજપના નેતાઓ ઉદ્ઘાટનોમાં કાર્યકરોની ફૌજ સાથે જોવા મળી રહ્યા છે. તે જોતા ગુજરાતના મતદારોએ આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 વહેલી આવશે તેવી આગાહી શરૂ કરી દીધી છે.
ગુજરાતમાં 22 વરસથી ભાજપ એક હથ્થુ શાસન ચલાવે છે જો કે આ વખતે આ શાસનને ડામાડોળ કરી શકે તેવી ભીતિ ભાજપને છે. કેમ કે આ વખતે કોંગ્રેસ જ નહીં પરંતુ આમ આદમી પાર્ટી ભાજપ ને મોટું નુકસાન પહોંચાડી શકે તેમ છે. અને તેના એંધાણ આપ પાર્ટીએ સુરતથી શરૂ કરીને હાલમાં રાજકોટ સુધીની રાજકીય ગતિવિધિઓમાં આપી દીધા છે. ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલે પર ખાસ રણનીતિ બનાવી કાર્યકરો સાથે પેજ કમિટીના નામે, નવી ટોપી-ખેસ ના નામે સંમેલનો શરૂ કરી દીધા છે. દરેક વિધાનસભાના નેતાઓ...