Wednesday, January 1News That Matters

Tag: BJP in power for 15 years in Diu Palika Daman celebrates victory at BJP office

દિવ પાલિકામાં 15 વર્ષે ભાજપ સત્તારૂઢ, દમણ ભાજપ કાર્યાલય પર મનાવ્યો વિજ્યોત્સવ

દિવ પાલિકામાં 15 વર્ષે ભાજપ સત્તારૂઢ, દમણ ભાજપ કાર્યાલય પર મનાવ્યો વિજ્યોત્સવ

Gujarat, National
સંઘપ્રદેશ દિવમાં યોજાયેલ નગરપાલિકા ચૂંટણીમાં 6 બેઠક બિનહરીફ મેળવ્યા બાદ બાકીની 7 બેઠકો પર પણ ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. ત્યારે દિવ પાલિકાના વિજયનો સંઘપ્રદેશ દમણમાં ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોએ ઉપસ્થિત રહી ફટાકડા ફોડી, એકબીજાને મોઢું મીઠું કરાવી વિજ્યોત્સવ મનાવ્યો હતો. સંઘપ્રદેશ દીવ નગરપાલિકાની ચૂંટણીમાં શનિવારે મતગણતરીમાં તમામ 13 બેઠકો પર ભાજપનું કમળ ખીલ્યું છે. દીવના ઈતિહાસમાં પહેલીવાર કોઈ એક પક્ષને 100 ટકા સફળતા મળી છે. 15 વર્ષ બાદ સત્તામાં વાપસી કરનાર ભાજપે કોંગ્રેસનો સફાયો કર્યો છે. 6 બેઠક બિન હરીફ થયા બાદ 7 જુલાઈના રોજ મતદાન થયું હતું. જેની શનિવારે મત ગણતરી હાથ ધરાતા તમામ સાત બેઠકો પર ભાજપે જંગી જીત મેળવી છે. છેલ્લા 15 વર્ષથી દીવમાં કોંગ્રેસની સત્તા હતી, પરંતુ કોંગ્રેસને ક્યારેય 100 ટકા સફળતા મળી ન હતી. ભાજપે પાલિકાની તમામ 13 બેઠક ઉપર જ...