ભાજપ ગુજરાતમાં દારૂ વેંચાવી 20 હજાર કરોડનું કમિશન અને ચૂંટણી ફંડ મેળવે છે:-ગોપાલ ઇટાલિયા
વાપીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયા દ્વારા વેપારીઓ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇટાલીયાએ વેપારીઓના વિવિધ પ્રશ્નોની રજૂઆતો સાંભળી ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ ભાજપ વર્ષે 20 હજાર કરોડનું કમિશન લઈ દારૂ વેંચાવે છે. અને ચૂંટણી ફંડ મેળવે છે.
વાપીમાં વેપારીઓ સાથે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ સંવાદ કાર્યક્રમ થકી વિવિધ પ્રશ્નો, રજૂઆતો સાંભળી હતી. જે બાદ મીડિયા સાથે વાતચીત કરતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીનું સ્પષ્ટ માનવું છે કે, ગુજરાતમાં દારૂબંધીનો કડકમાં કડક અમલ થાય. ભાજપ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વર્ષે 20 હજાર કરોડનું કમિશન અને ચૂંટણી ફંડ આ દારૂ વેંચાવીને મેળવે છે. જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતમાં એક ટીપું પણ દારૂ ન મળે તેવી વ્યવસ્થા કરશે.
ગોપાલ ઇટાલીયાએ આજના સંવાદ કાર્ય...