કટોકટી દિવસે વાપીમાં ભાજપે માનવ સાંકળ રચી કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા
ભારતીય જનતા પાર્ટી વાપી શહેર સંગઠન દ્વારા 25મી જૂન કટોકટી દિવસ નિમિતે માનવ સાંકળ રચી આ કાળા દિવસને વખોડવાનો કાર્યક્રમ રાખ્યો હતી. જેમાં વાપી નગરપાલિકાના પ્રમુખ, વાપી ભાજપ શહેર સંગઠન ના પ્રમુખ સહિત નગરસેવકોએ ઉપસ્થિત રહી કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર પોકારી ઇન્દિરા ગાંધી સરકાર અને હાલના રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતાં.
વાપીમાં સરદાર ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી વાપી શહેર સંગઠન દ્વારા 25મી જૂન 1975ના કટોકટી દિવસને યાદ કર્યો હતો. કટોકટી દિવસના કાળા બેનર સાથે ઉપસ્થિત ભાજપના કાર્યકરોએ માનવ સાંકળ રચી આ કાળા દિવસને વખોડયો હતો. જેમાં વાપી નગરપાલિકાના પ્રમુખ, વાપી ભાજપ શહેર સંગઠન ના પ્રમુખ સહિત નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર પોકારી ઇન્દિરા ગાંધી સરકાર અને હાલના રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમજ સૂત્રોચ્ચાર સાથે બજારના મુખ્ય માર્ગ પર ...