
બિસ્માર વાપી-શામળાજી NH-56 પર ખાડાપૂજન બાદ કોંગ્રેસે આપેલી ચીમકીનું સુરસુરીયું થયા બાદ, ઉમરગામના બિસ્માર રસ્તા અને રખડતા ઢોરના આવેદનપત્રમાં થયા અપમાનિત…….!
સપ્તાહ પહેલા 6 સપ્ટેમ્બરે વાપીના કરવડ વિસ્તારમાંથી પસાર થતા વાપી-શામળાજી નેશનલ હાઇવે નંબર 56ની બિસ્માર હાલત પર કોંગ્રેસના કાર્યકરોએ ખાડાપૂજન કરી સપ્તાહમાં ડામર રોડ નહિ બને તો રસ્તા પર બેસી રસોઈ બનાવી જમણવાર કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી. જો કે, આ બિસ્માર રોડ એક સપ્તાહ બાદ પર ડામર રોડ બન્યો નથી. એવામાં કરવડ ખાતે ખાડા પૂજનમાં ગેરહાજર રહેલા વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, કોંગ્રેસના માજી સાંસદની આગેવાનીમાં ઉમરગામ તાલુકાના વિવિધ બિસ્માર રસ્તાઓ મામલે ઉમરગામ માલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા ગયા હતાં. જ્યાં અધિકારીએ આવેદનપત્ર લેવાને બદલે ચાલતી પકડતા કોંગ્રેસી આગેવાનો કાર્યકરોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
સપ્તાહ પહેલા 6 સપ્ટેમ્બરે વાપીના કરવડ વિસ્તારમાંથી પસાર થતા વાપી-શામળાજી નેશનલ હાઇવે નંબર 56ની બિસ્માર હાલત પર વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગ્રેસના કાર્યકરોએ ખાડાપૂજન કરી વિરોધ વ્યક્ત કર્...