Saturday, February 1News That Matters

Tag: Bike driver crashes into truck parked at Vapi GIDC five sisters lose one brother

વાપી GIDC માં ઉભેલી ટ્રક સાથે બાઇક ચાલકનો અકસ્માત, પાંચ બહેને એકનો એક ભાઈ ગુમાવ્યો

વાપી GIDC માં ઉભેલી ટ્રક સાથે બાઇક ચાલકનો અકસ્માત, પાંચ બહેને એકનો એક ભાઈ ગુમાવ્યો

Gujarat, National
વાપી GIDC થર્ડ ફેઈઝ વિસ્તારમાં આરતી કેમિકલ કંપની સામે મુખ્ય માર્ગની સાઈડમાં ઉભેલ ટ્રકની પાછળના ભાગે બાઇક ચાલક ઘુસી જતા બાઇક પર સવાર 2 યુવકો ઘાયલ થયા હતા જેમાં એકનું સારવાર દરમ્યાન મોત થતા અરેરાટી ફેલાઈ છે. મૃતક કરવડનો રહેવાસી હતો. અને પાંચ બહેનોનો એક નો એક ભાઈ હતો. વાપી GIDC પોલીસ મથકમાંથી મળતી વિગત મુજબ વાપી કરવડ વિસ્તારમાં રહેતો 22 વર્ષીય રોહિત ગોવર્ધન જૈન તેમના મિત્ર હાર્દિક સાથે થર્ડ ફેઈઝમાં નોકરી પર આવ્યો હતો. જ્યાંથી તેમની GJ15-DK-5537 નંબરની બાઇક પર પરત ઘરે જવા નીકળ્યો હતો. ત્યારે, આરતી કેમિકલ કંપનીના ગેટ સામે સાઈડમાં ઉભેલી GJ15-AU-2643 નંબરની ટ્રકના પાછળના ભાગે ધડાકાભેર અથડાયો હતો. ટ્રકની પાછળ બાઇક સમેત અચાનક ઘુસી જતા બાઇકચાલક રોહિત અને પાછળ બેસેલ હાર્દિક બંનેને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માતની ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. જેઓએ...