
વડોદરામાં દિગ્વિજય સિંહે ભાજપ પર કરેલા પ્રહારના જવાબ બિહારના સંજીવ ચૌરસીયાએ વાપીમાં આપ્યા
વડોદરાની એક સભામાં કોંગ્રેસી નેતા દિગ્વિજયસિંહે ભાજપ પર કરેલા કમિશન-ક્રાઇમ અને કરપ્શન માં વિકાસ તેમજ ગુજરાત ડ્રગ્સ ગેટવે, મોદીનો રાવણ જેવો અહંકાર જેવા પ્રહારોના જવાબ બિહાર ભાજપના સંજીવ ચૌરસિયાએ વાપીમાં આપ્યા હતા. વાપીમાં કનુભાઈ દેસાઈના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા આવેલા બિહાર ભાજપના સંગઠન મહામંત્રી સંજીવ ચૌરસિયાએ કોંગ્રેસ પર પ્રતિઆક્ષેપ કરી આકરા પ્રહાર કર્યા હતા.
ગુજરાતની વિધાનસભા ચૂંટણી ને લઈ હાલ ભાજપ કોંગ્રેસ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી ચૂંટણીમાં ગરમાટો લાવી રહ્યા છે. ત્યારે પારડી વિધાનસભાના ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈના પ્રચાર માટે વાપીમાં મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મુકવામાં આવ્યું છે. વાપીમાં ભાજપ બિહાર સંગઠનના મહામંત્રી સંજીવ ચૌરસીયા અને મુંબઈ વિલે પારલે ના ધારાસભ્ય પરાગ અલવાણી ના હસ્તે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરે ભા...