વાપીમાં બિહાર વેલ્ફેર એસોસિએશન ચૈત્રી છઠ પૂજાનું આયોજન કરશે, 2023થી બિહાર દિવસ પણ ઉજવશે
વલસાડ જિલ્લો ઔદ્યોગિક જિલ્લો હોય અહીં આવેલા ઉદ્યોગોમાં મોટી સંખ્યામાં અન્ય રાજ્યના લોકો રોજગાર માટે સ્થાયી થયા છે. જેઓ તેમના રાજ્યના પરંપરાગત પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે છે. જે અંતર્ગત બિહાર વેલ્ફેર એસોસિએશન દ્વારા રવિવારે હોળી મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી દિવસોમાં વાપીના દમણગંગા નદી કિનારે ચૈત્રી છઠ પૂજાનું આયોજન કરવાની અને 2023થી બિહાર દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી.
હર્ષ ઉલ્લાસ અને રંગોના પર્વ હોળીની બિહારમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ તહેવારની ઉજવણી વાપીમાં વસતા બિહારના તમામ પરિવારો એક મંચ હેઠળ આવીને કરી શકે તેવા ઉદેશયથી વાપીમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ બિહાર વેલ્ફેર એસોસિએશન દ્વારા હોળી મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિતિ સૌ કોઈએ એકબીજાને અબીલ-ગુલાલના તિલક કરી તિલક હોળી મનાવી હોળી પર્વની શુભેચ...