
શિક્ષણ, આરોગ્ય અને સામાજિક કલ્યાણના લાભાર્થે વાપીમાં યોજાશે કવિ સંમલેન
સેવાકીય પ્રવુતિ સાથે સંકળાયેલ ભૂમિહાર બ્રહ્મર્ષિ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. વાપીમાં 5મી માર્ચ રવિવારે સાંજે 7 વાગ્યે VIA હોલમાં આ કવિ સંમેલન યોજાશે. શિક્ષણ, આરોગ્ય અને સામાજિક કલ્યાણના લાભાર્થે આયોજિત આ કવિ સંમેલનમાં રાજ્યના નાણાપ્રધાન, ભૂમિહાર સમાજના IAS, IPS સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
5મી માર્ચ રવિવારે સાંજે 7 વાગ્યે VIA હોલમાં આયોજિત આ કવિ સંમેલનમાં શૃંગાર રસ માટે જાણીતી UP ની કવિયત્રી ડૉ. રુચિ ચતુર્વેદી, વિરરસ માટે જાણીતા ઉત્તરપ્રદેશ ના પ્રિયંકા રાય ૐ નંદિની, મધ્યપ્રદેશના ગીતકાર અમન અક્ષર, સબરસ માટે જાણીતા મધ્યપ્રદેશના શશીકાંત યાદવ, હાસ્ય રસ માટે જાણીતા હેમંત પાંડે, તેમજ અતિથિ વિશેષ તરીકે મુંબઈના ગીતકાર ચંદન રાય ઉપસ્થિત રહેશે. આ તમામ કવિઓ, ગીતકારો પોતાના કંઠના જાદુ પાથરી કવિતાઓ, ગીતોથી શ્રોતાઓનું મનોરંજન કરવાના છે....