ભીલાડના બાળ મિત્ર સાર્વજનિક ગણેશ મંડળ દ્વારા વિઘ્નહર્તા દેવ ભગવાન શ્રી ગણેશજીનું હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં વિસર્જન કરાયું
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા અને ભીલાડ ગામ ખાતે 18 વર્ષ પહેલા બાળકોના મંડળ દ્વારા ગણેશ ચતુર્થીના પાવન તહેવાર ઉપર ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. આ મંડળ હાલ આ વિસ્તારમાં ખૂબ પ્રસિદ્ધિ મેળવી ભીલાડ કે રાજાના નામથી પ્રસિધ્ધ થયું છે. ગુરુવારના આનંદ ચૌદસના વિસર્જનના દિને વિધિવત પૂજા અર્ચના કર્યા બાદ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશભક્તો જોડાયા હતાં.
ભક્તિ ગીતો અને ડીજે સહિત ઢોલના તાલે ભકતજનો ખૂબ ઝૂમ્યા હતાં. ગણેશ પંડાલમાં બાપ્પાના આગમનને લઈ છેલ્લા 10 દિવસ ખૂબ હર્ષ અને ઉલ્લાસ રહ્યો. ગણેશ બાપ્પાનીની અંતિમ વિદાયના સમયે ભકતજનો અને મંડળના સભ્યોમાં ગમગીનીનું વાતાવરણ સર્જાયું હતું.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે આજે તહેવારનો ત્રિવેણી સંગમ રહેતા એક બાજુ જૈનનો તહેવાર,બીજી બાજુ ગણેશજી વિસર્જનનો તહેવાર, ત્રીજી બાજુ મુસ્લિમોનો ઈદે મિલાદનો પવિત...