
ભગવત માન નો ઉમરગામમાં રોડ શૉ કહ્યું, ગુજરાતને ડબ્બલ એન્જિનની નહીં નવા એન્જિનની જરૂર છે
ઉમરગામ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોક ધોડી ના ચૂંટણી પ્રચાર માટે પંજાબ ના મુખ્યમંત્રી ભગવત માન દ્વારા રોડ શૉ યોજી પ્રજાજોગ સંબોધન કરી ભાજપ-કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં. ભગવત માને કહ્યું હતું કે ગુજરાતને ડબ્બલ એન્જિનની નહીં કેઝરીવાલ રૂપી નવા એન્જિનની જરૂર છે. દિલ્હી, પંજાબ માં એન્જીન બદલતા જ ગાડી પાટા પર આવી ગઈ છે. કોંગ્રેસ કોમા માં ચાલી ગઈ છે.
ગુજરાત વિધાનસભાની 182 વિધાનસભા પૈકીની ઉમરગામ વિધાનસભા છેલ્લી 182મી વિધાનસભા છે. અહીં આમ આદમી પાર્ટીએ અશોક ધોડી નામના ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. જેના ચૂંટણી પ્રચાર માટે સોમવારે પંજાબના મુખ્યપ્રધાન ભગવત માન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભગવત માને ઉમરગામ શહેરમાં ગાંધીવાડી વિસ્તારમાં ભવ્ય રોડ શૉ યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓને સંબોધતી વખતે ભગવત માને ભાજપ કોંગ્રેસ પર આકરા પ્ર...