પ્રસિદ્ધિની લ્હાયમાં આલ્યા-માલ્યા-ખાલ્યાને ત્યાં પહોંચી જતી પાટકર એન્ડ મંડળી આપી રહી છે કોરોનાને આમંત્રણ
વલસાડ :- વલસાડ જિલ્લામાં કોરોનાના કેસ ઘટયા છે. જ્યારે બીજી તરફ ત્રીજી લહેર ત્રાટકવાની તૈયારીમાં છે. ત્યારે જેમ બીજી લહેર નેતાઓના પાપે ગંભીર બની હતી. તેવી જ રીતે ત્રીજી લહેરમાં પણ નેતાઓના કાર્યક્રમો મુખ્ય વિલન બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. એક તરફ સરકાર માસ્ક પહેરવા, વેકસીન લેવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી રહી છે. તો બીજી તરફ તેમના જ પ્રસિદ્ધિ ભૂખ્યા મંત્રીઓ કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાડી કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા છે.
વલસાડ જિલ્લામાં હાલ કોરોના હળવો થયા બાદ આદિજાતિ વિકાસ અને વન મંત્રી રમણલાલ પાટકર સતત જિલ્લાના અલગ અલગ ગામમાં પ્રવાસ કરી રહ્યાં છે. એક નેતાએ કેવા કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવું જોઈએ? કોરોનાને ધ્યાનમાં રાખી કેટલું સાવચેત રહેવું જોઈએ તેની રતીભાર ગતાગમ નહિ ધરાવતા પાટકર પ્રસિદ્ધિની લ્હાયમાં આલ્યા-માલ્યા-ખાલ્યાને ત્યાં પોતાની મંડળી સાથે પહોંચી જાય છે. અન...