
વાપીમાં મોદીના આગમન પહેલા જડબેસલાક બંદોબસ્ત વચ્ચે કૂતરું આવી ચડતા ભાજપના કાર્યકરોએ કૂતરાને ઊંચકી ને લઈ જવાની નોબત આવી
વાપીમાં મોદીના આગમન પહેલા તેની કાર નો કાફલો જે કોર્ડન કરેલ રૂટ હતો તેની પરથી પસાર થાય તે પહેલાં એક કૂતરું આવી જતા પોલીસ જવાનો અને ભાજપના કાર્યકરો માં ઉચાટ ફેલાયો હતો. જો કે ભાજપના કાર્યકરોએ કુતરાના મોઢા અને આંખના ભાગે કપડું બાંધી તેનું રેસ્કયુ કરી સુરક્ષિત સ્થળ પર મૂકી આવતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.
વાપીમાં શનિવારે મોદીનો કાફલો દમણથી નીકળીને વલસાડ ના ઝુઝવા ખાતે જવાનો હતો. ત્યારે વાપીમાં ચલા રોડ પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. મોદીના કાફલાને લઈ તંત્રએ વાપી ચલા દમણ રોડ પર અંદાજિત ચારેક કલાક ટ્રાફિક બંધ કરી બેરીકેટેડ લગાડી માર્ગને બને બાજુ કોર્ડન કર્યો હતો. તેમજ લોકો મોદી ની ઝલક મેળવવા અને તેના અભિવાદન ઝીલવા ઉભા રહી શકે તેવું વિશેષ આયોજન કર્યું હતું.
જો કે સાંજના 5 વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મોટી સંખ્યામાં વાપીવાસીઓ અહીં એકત્ર થયા હતાં. તે...