Friday, January 31News That Matters

Tag: Beaches of Daman have seen negligible impact of Beeperjoy tourists drowning in the sea

દમણના દરિયા કિનારે બીપરજોયની નહિવત અસર, સહેલાણીઓ દરિયામાં મહાલતા જોવા મળ્યા

દમણના દરિયા કિનારે બીપરજોયની નહિવત અસર, સહેલાણીઓ દરિયામાં મહાલતા જોવા મળ્યા

Gujarat, National
હવામાન વિભાગે ગુજરાત સહિત દમણના દરિયા કાંઠા વિસ્તારમાં બીપરજોય વાવાઝોડું ટકરાવાની શકયતા વ્યક્ત કર્યા બાદ ગુજરાતના દરિયા કાંઠે વાતાવરણમાં પલટો આવ્યો છે. પરંતુ, દમણના દરિયા કાંઠે હજુ સુધી દરિયો નોર્મલ છે. અહીંના બીચ પર સહેલાણીઓ માટે કોઈ પાબંધી ના હોય સહેલાણીઓ દરિયાના ઉછળતા મોજામાં મહાલતા જોવા મળ્યા હતાં. બીપરજોય વાવાઝોડાની કોઈ જ હલચલ હાલ દમણના દરિયા કિનારે જોવા મળી નથી. દમણ પ્રશાસન દ્વારા સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરીયો નહિ ખેડવા સૂચન કર્યું છે. જ્યારે બીચ પર કોઈ જ પાબંધી ના હોય સહેલાણીઓ મન મુકીને મોજ માણી રહ્યા છે. મુંબઈથી 600 કિલોમીટર દૂર બીપરજોય વાવાઝોડું ધીરે ધીરે દમણ, ગુજરાતના કાંઠા તરફ આગળ વધી રહ્યું છે. જે એકાદ બે દિવસ બાદ દરિયાકાંઠા પર ટકરાવાનું હોય વહીવટી તંત્ર એલર્ટ મોડમાં છે. જો કે, જે રીતે ગુજરાતના કાંઠા વિસ્તારના જિલ્લાઓમાં તંત્રએ બીચ પર પાબંધી લગાવી એલર્ટ જાહેર...