રુદ્રાક્ષ શિવલિંગના પેટન્ટ હોલ્ડર અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવનાર બટુક વ્યાસે ધરમપુરના તિસ્કરી ખાતે 31 લાખ રુદ્રાક્ષનું શિવલિંગ શિવભક્તો માટે ખુલ્લું મૂક્યું
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના તીસ્કરી (તલાટ) ખાતે શ્રી સોમેશ્વર મહાદેવના સાંનિધ્યમાં રુદ્રાક્ષ શિવલિંગના પેટન્ટ હોલ્ડર અને 4 વખત લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવનાર બટુક વ્યાસે 31 લાખ રુદ્રાક્ષમાંથી તૈયાર કરેલ શિવલિંગ શિવભક્તો માટે ખુલ્લું મૂક્યું છે. 31 લાખ રુદ્રાક્ષ અને સવા 31 ફુટ આ વિરાટ રુદ્રાક્ષ-શિવલિંગના આયોજન સાથે અહીં. શિવકથા, સમૂહલગ્ન, રક્તદાન કેમ્પ, મહાપ્રસાદ જેવા આયોજન કરવામાં આવ્યા છે. જેમાં મહાશિવરાત્રી સુધી શિવભક્તોનો મહેરામણ ઉમટવાનો છે.
આ અદભુત અયોજન અંગે રુદ્રાક્ષ શિવલિંગ ના પાયોનિયર ગણાતા બટુક વ્યાસે જણાવ્યું હતું કે, શિવલિંગના અભિષેકનું હંમેશા વિશેષ મહત્વ રહ્યું છે. જેમાં તેઓ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં અને દેશના રાજ્યમાં રુદ્રાક્ષમાંથી શિવલિંગનું નિર્માણ કરી શિવભક્તોને શિવભક્તિનો, જળાભિષેકનો લ્હાવો પૂરો પાડે છે. આ વખતે ધરમપુરના તીસ્કરી ગામે સવા 31 લાખ રુદ્રાક્ષમા...