Friday, January 31News That Matters

Tag: Ban on bathing in Daman Sea But how can 2 police stop this crowd of passengers

દમણના દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ! પણ, સહેલાણીઓની આ ભીડને 2 પોલીસ જવાનો કઈ રીતે રોકી શકે?

દમણના દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ! પણ, સહેલાણીઓની આ ભીડને 2 પોલીસ જવાનો કઈ રીતે રોકી શકે?

Gujarat, National
દમણના દરિયામાં ડૂબવાની ઘટનાઓને અટકાવવા ગત શુક્રવારે દમણ જિલ્લા કલેકટરે ચોમાસા દરમ્યાન પ્રવાસીઓને દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. પરંતુ માત્ર બે જ દિવસમાં સહેલાણીઓએ કલેકટરના આદેશના ધજાગરા ઉડાડ્યા હતા,  રવિવારના દિવસે દમણના જમ્પોર બીચ પર સહેલાણીઓના ઘોડાપુર ઉમટ્યા હતા, જમ્પોર બીચથી દિવા દાંડી સુધીના ત્રણ કિમીના કાંઠા વિસ્તારમાં ઠેરઠેર સહેલાણીઓ દરિયામાં કુદકા મારતા નજરે ચઢ્યા હતા, હજારોની સંખ્યામાં ઉમટેલા આ સહેલાણીઓને સાચવવા માટે દરિયા કિનારે માત્ર બે જ પોલીસ જવાનો ફરજ બજાવી રહ્યા હતા, જો કે પોલીસ જવાનોએ તો કલેકટરના આદેશનું પાલન કરાવવા માટે પોતાની પૂરતી ફરજ નિભાવી હતી, પરંતુ બેજવાબદાર સહેલાણીઓને એક જગ્યાએથી બહાર કાઢે તો તેઓ બીજી જગ્યાએ પહોંચીને દરિયામાં કૂદી પડતા હતા, આમ પોલીસ જવાનો આખો દિવસ દરિયામાં દૂર સુધી ન્હાવા પડેલા તમામ લોકોને ખેંચી ખ...