વાપીની બેંકમાં બનાવટી ચેક વટાવી નાણાં ઉપાડી લેવાનાં આરોપમાં ધરપકડ કરાયેલ બે આરોપીઓના જામીન મંજૂર
વાપીની યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાંથી બોગસ ચેક આધારે અલગ અલગ એકાઉન્ટમાં 6 ટ્રાન્જેક્શન કરી કુલ 20,59,600 રૂપિયા ઉપાડી લઈ ફ્રોડ કરવાના કેસમાં પકડાયેલ 2 આરોપીઓના જમીન મંજુર કરવામાં આવ્યા છે. આ કેસમાં વાપીના નામદાર સેસન્સ કોર્ટ સમક્ષ તર્ક અને કેસ ના સબંધિત પુરાવા રજુ કરતા નામદાર સેશન્સ કોર્ટે એડવોકેટ હર્ષ એ. પટેલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી અજય ચંદ્રકાન્ત વારઘડે અને રાકેશ ક્રિષ્ના ગુરવને જામીન મંજુર કર્યાં છે.
વાપીના યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા M G માર્કેટ શાખા બજાર રોડ વાપીના બેંક મેનેજરે કોર્ટ મારફતે વાપી ટાઉન પોલીસ સ્ટેશનને ફરિયાદ આપી હતી કે તારીખ 9-11-2020 થી તારીખ 18-11-2020 દરમિયાન આરોપી અજય ચંદ્રકાંત વારઘડે (રહે. શાહપુર મહારાષ્ટ્ર), લબાના સુરેન્દ્રસિંગ માનસાસીંગ (રહે. હરિજનપાડા, ઉલ્લાસ નગર, મહારાષ્ટ્ર), સલાહુદ્દીન ડડન (રહે. સોન પૂરે, બારીહવા, ઉત્તર પ્રદેશ) અને રાકેશ ક્રિષ્ના ગુરવ (રહે ...