નિચાણવાળા વિસ્તારોમાં સર્જાયેલ તબાહી સાથે વલસાડ જિલ્લા, સંઘપ્રદેશમાં સિઝનનો સરેરાશ 40 થી 59 ઇંચ વરસાદ!
વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં ચોમાસાની સિઝન કહીં ખુશી કહીં ગમ લઈને આવી છે. જિલ્લામાં અને સંઘપ્રદેશમાં આ વર્ષે અત્યાર સુધીમાં સરેરાશ 40 થી 59 ઇંચ વરસાદ વરસ્યો છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસેલા વરસાદે ખેડૂતોને ખુશ કર્યા છે. તો, કાંઠા વિસ્તારના લોકોને તારાજ કર્યા છે. શહેરી વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ કર્યું છે. કેટલાય ગામડાઓને સંપર્ક વિહોણા કર્યા છે.
વર્ષ 2021ની ચોમાસાની સિઝન ઉમરગામ વાસીઓ માટે આફત સમાન નીવડી હતી. તો વર્ષ 2022ની ચોમાસાની સિઝન વલસાડ તાલુકા માટે આફત સમાન બની છે. આ વર્ષે છેલ્લા 4 દિવસથી અવિરત વરસતા વરસાદના પાણી ઔરંગા નદીમાં આવતા વલસાડ, કપરાડા, ધરમપુર તાલુકામાં નદી કાંઠે રહેતા ગામડાઓમાં 8 ફૂટથી પણ વધુ પાણી ભરાયા હતાં.
અંદાજિત 50 જેટલા લોકોને પુરના પાણીમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું........
નદીના પુરનું પાણી ગ્રામ્ય વિસ્તારમાં...