વાપીમાં ઉત્તરાયણ વખતે દોરીથી ઘાયલ પંખીઓને જીવનદાન આપી ફરી આકાશમાં ઉડતા કર્યા
વાપી: તારીખ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ચાલતા કરુણા અભિયાન 2024 અંતર્ગત ઉત્તરાયણ પર્વ નિમિતે ઘણા પક્ષીઓ ઘાયલ થયા હતા, જેની સારવાર માટે વાપી ખાતે અનેક સ્થળે પક્ષી નિદાન કેન્દ્રો સ્થાપવામાં આવ્યા હતા
જેમાં વાપીના શ્રી વર્ધમાન સેવા મંડળ, ટિંકુ મેમોરિયલ ટ્રસ્ટ અને વાપી એનિમલ રેસક્યું જેવી સેવાભાવી સંસ્થાઓ દ્વારા લગભગ આજ સુધી 70 થી પણ વધુ પક્ષીઓને અત્યાર સુધી રેસક્યું કરી સારવાર કરવામાં આવી હતી. રેસ્ક્યુ કરાયેલા પક્ષીઓમાં કબૂતર, ઘુવડ, હોલા, હરદુલ જેવા પક્ષીઓ સારવાર હેઠળ આવ્યા હતા. સામાન્ય ઇજા ધરાવતા પક્ષીઓને એક બે દિવસ રાખી તેમને રેસ્ક્યુ કરેલ સ્થળે ફરી મુક્ત કરી દેવામાં આવ્યા હતા, અને મોટેભાગે જે પક્ષીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા તે સારવાર હેઠળ નિદાન કેન્દ્ર ખાતે રાખવામાં આવ્યા હતા. જેમાં ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયેલ પક્ષીઓને ખડકી ખાતે આવેલ ટીંકુ મેમોરિયલ ટ્રસ્ટ ખાતે રાખવામાં આવ્યા હતા ...