પારડી બેઠક પર કોંગ્રેસ-આમ આદમી પાર્ટીના કાર્યકરો, ઉમેદવારોએ કનુભાઈ તરફી અધિકારીઓના વલણને લઈ રોષ પ્રગટ કર્યો
વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા છે. જેઓએ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી છે. ત્યારે પારડી વિધાનસભા બેઠક પર કનુભાઈ સાથે ફોર્મ ભરવા દરમ્યાન 5થી વધુ લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ઉમેદવારને 5 સમર્થકો જ લઇ જવાની મંજૂરી આપતા બન્ને પક્ષના ઉમેદવારોએ રોષ પ્રગટ કરી હોબાળો મચાવ્યો હતો.
વલસાડ જિલ્લાની પારડી વિધાનસભા બેઠક પર ગુરુવારે કનુભાઈ દેસાઈએ જંગી જન મેદની સાથે મામલતદાર કચેરીએ આવી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેના બીજા દિવસે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફોર્મ ભર્યું હતું જે દરમ્યાન ચૂંટણી અધિકારીની કચેરીમાં 5 થી વધુ લોકો લઈ જતા તેઓને અટકાવ્યા હતાં. જેને લઈને બન્ને પક્ષોના ઉમેદવારો, કાર્યકરોએ રોષ પ્રગટ કર્યો હતો.
પારડી વિધાનસભા બેઠક પર શુક્રવારે કોંગ્રેસના ઉમેદવાર જયશ્રીબેન પટેલ...