વિધાનસભા ચૂંટણી 2022 :- ભાજપે જોખમ જોતા રિપીટ થિયરી અમલમાં મૂકી?
ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં આખરે ભાજપે નો-રિપીટ થિયરીને કોરાણે મૂકી મોટાભાગના ઉમેદવારોને રિપીટ કર્યા છે. ત્યારે, વલસાડ જિલ્લામાં તમામ પાંચેય બેઠક પર જુના જોગીઓને રિપીટ કરી મતદારોને મોટો આંચકો આપ્યો છે. ભાજપની આ રિપીટ થિયરીને જોઈ ભાજપના નેતાઓએ આપ અને કોંગ્રેસ તરફી મતદારોનો જુવાળ જોઈ કોઈપણ પ્રકારનું જોખમ લેવાનું ટાળ્યું હોવાની ચર્ચા મતદારોમાં ઉઠી છે.
વલસાડ જિલ્લામાં 178 ધરમપુર, 179 વલસાડ, 180 પારડી, 181 કપરાડા અને 182 ઉમરગામ એમ કુલ 5 વિધાનસભા બેઠકો છે. આ તમામ બેઠકો ભાજપના કબ્જામાં છે. ત્યારે આ વખતે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આ તમામ બેઠકો પર એના એજ જુના નેતાઓને ફરી ટીકીટ આપી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જેને લઈને ક્યાંક ને ક્યાંક ભાજપ ડરી ગઈ હોવાનો એહસાસ મતદારોને કરાવ્યો છે.
તમામ બેઠકમાં ધારાસભ્યના ઉમેદવારો રિપીટ થયા.....
વલસાડ જિલ્લામાં ભાજપે 178 ધરમપુરમાં અ...