વાપીમાં સગ્ગી પુત્રી પર 6 વર્ષથી દુષ્કર્મ આચરનાર પિતા સામે ફરિયાદ બાદ ધરપકડ
પિતા દીકરી વચ્ચેના સંબંધને લાંછન લગાવતો કિસ્સો વાપી ટાઉનમાં સામે આવ્યો છે. વાપી ટાઉન પોલીસમાં એક પુત્રીએ પોતાની માતા સાથે આવી પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, તેમનો પિતા તેના પર છેલ્લા 6 વર્ષથી દુષ્કર્મ આચરી રહ્યો છે. આ ફરિયાદ આધારે વાપી ટાઉન પોલીસે પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાપીમાં એક સાધન સંપન્ન અને એજ્યુકેટેડ ફેમિલી ધરાવતા પિતા જ પોતાની સગ્ગી દીકરી પર 6 વર્ષથી દુષ્કર્મ અચરતો આવ્યો હોવાની ફરિયાદ વાપી ટાઉનમાં નોંધાઇ છે. પિતા દીકરી વચ્ચેના સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યા બાદ વાપી ટાઉન પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી છે. ભોગ બનનાર પુત્રીએ પોતાની માતા સાથે આવી પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ વિગતો આપી હતી.
જિલ્લા પોલીસવડાએ આ દુષ્કર્મ કેસ અંગે જણાવ્યું હતું કે, વાપી ટાઉનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે. જેમાં આરો...