
લોકો આચારસંહિતાનું પાલન કરી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે વલસાડ પોલીસની એરિયા ડોમીનેશન કામગીરી
વલસાડ જિલ્લામાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈ આચારસંહિતા અમલમાં છે. ત્યારે, જિલ્લા પોલીસવડાએ પોતાની આગેવાનીમાં જિલ્લા પોલીસ, CRPF, CIF ની ટુકડીઓ સાથે વાપી ટાઉન, વાપી GIDC અને ડુંગરા પોલીસ મથકના વિસ્તારમાં બાઇક સહિતના વાહનોના કાફલા પર ફ્લેગ માર્ચ અને પગપાળા ફૂટમાર્ચ યોજી હતી.
વાપીના અલગ અલગ વિસ્તારમાં જિલ્લા પોલીસવડા રાજદીપસિંહ ઝાલા સહિત પોલીસ અધિકારીઓની આગેવાનીમાં યોજાયેલ ફૂટ માર્ચ, ફ્લેગ માર્ચ અંગે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના અનુસંધાને ચૂંટણી આચારસંહિતા અમલી બની છે. જિલ્લામાં અલગ અલગ CRPF, CIF ની ટુકડીઓ ફાળવી દેવાઈ છે.
વલસાડ જિલ્લામાં પોલીસ દ્વારા વાપી ટાઉન, GIDC, ડુંગરા વગેરે પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારોમાં સૌપ્રથમ મોટર સાયકલ પર અને અન્ય વાહનોમાં સવાર થઈ જવાનોએ ફ્લેગમાર્ચ યોજી હતી. જે બાદ ફૂટમાર્ચ યોજી એરિયા ડોમીનેશનની કામગીરી હાથ ધર...