
રોટરી ક્લબ ઓફ વાપીના નવા પ્રમુખ તરીકે આર્કિટેક્ટ કૃષિત રાજેશ શાહની વરણી કરવામાં આવી
વાપીમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ રોટરી ક્લબ ઓફ વાપીના નવા પ્રમુખ તરીકે આર્કિટેક્ટ કૃષિત શાહની પસંદગી કરવામાં આવી છે. સદાય સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતી આ સામાજિક સંસ્થા દ્વારા આવનારા એક વર્ષ માટે કૃષિત શાહ અને તેની ટીમેં સમાજ ઉપયોગી કાર્યો કરવાની નેમ લીધી હતી.
વાપીમાં પાર્કલેન્ડ સોસાયટીના બેંકવેટ હોલમાં યોજાયેલા ઇન્સ્ટોલેશન સમારંભમાં પૂર્વ ઇન્ટરનેશનલ રોટરી પ્રમુખ કલ્યાણ બેનર્જી અને રોટરી ડિસ્ટ્રિક્ટ 3121 ના પાસ્ટ ડીસ્ટ્રીક ગવર્નર ડોક્ટર રાજીવ પ્રધાન હાજર રહ્યા હતા. જેમાં RID 3132 ના પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર, ડૉ. રાજીવ પ્રધાને પ્રેસિડન્ટ કૃષિત શાહ, સેક્રેટરી અભય ભટ્ટ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટરને શપથ લેવડાવ્યા હતા. રોટરી ઇન્ટરનેશનલના નિયમ મુજબ દરેક પદની અવધિ એક વર્ષની હોય છે. પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડૉ. રાજીવ પ્રધાને તેમના ઉદ્બોધનમાં રોટરી ક્લબ ઓફ વાપીના જે પરમેનેન્ટ પ્રોજેક્ટો છે,...