વાપી પાલિકાના માર્ગ પર સફેદ પટ્ટામાં કોન્ટ્રાક્ટરની લીપાપોતી, કનુભાઈના ડાબા જમણા ગણાતા પાલિકાના પદાધિકારીઓ કોન્ટ્રાકટર ને છાવરે છે?
વાપીમાં આજકાલ ટ્રાફિક રૂટ ડાયવર્ટ કર્યા બાદ શહેરમાં નવા માર્ગો બનાવવા સાથે તેની મરામત કરવામાં આવી રહી છે. જો કે આ મરામતનું કામ પાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટરને સોંપ્યું છે. તે જાણે રીતસરની લીપાપોતી કરી દુબઈ નો ખર્ચો કાઢવા માંગતા હોય તેવું તેના કામ પરથી પ્રતિત થઈ રહ્યું છે. આ કામ પર જેણે સીધી નજર રાખવાની હોય છે. તેવા કારોબારી ચેરમેન સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ પણ કોન્ટ્રાક્ટરના તકલાદી કામ પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા છે. વાત તો એટલે સુધી સંભળાય રહી છે કે કનુભાઈના ખાસ અને ડાબો-જમણો ગણાતા પદાધિકારીઓ આ તકલાદી કામ કરાવી કનુભાઈના નામ પર જ બટ્ટો લગાવી રહ્યા છે.
વાપીમાં રેલવે ઓવરબ્રિજને તોડવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. નગરપાલિકા દ્વારા હાલમાં ટ્રાફિકને ધ્યાને રાખી કેટલાક ડાયવર્ટ રૂટ તૈયાર કરવામાં આવ્યા છે. આ માટે પાલિકાના સત્તાધીશોએ રોડની મરામત સહિત વાહનચાલકોને વાહન ચલાવવામાં સુગ...