સરીગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં UIA ના હોસ્પિટલ પ્રોજેક્ટની સરાહના કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ, કહ્યું…, દરેક ઉદ્યોગોએ UIA જેવા લોક ઉપયોગી કાર્ય કરવા જોઈએ
સરીગામ બાયપાસ બિરસા મુંડા સર્કલ ખાતે રવિવારે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે 11.32 કરોડના બાયપાસ રોડના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ઉપસ્થિત SIA ના ઉદ્યોગકારો સમક્ષ UIA ના લોક ઉપયોગી કાર્યની સરાહના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઉમરગામ ખાતે ઉમરગામ એસોસિએશન દ્વારા એક સુંદર હોસ્પિટલ નિર્માણનું આયોજન કર્યું છે. આવા અનેક કામો ઉદ્યોગોના સહકારથી કરીશું તો, આજુબાજુના વિસ્તારનો પણ ચોક્કસ રીતે વિકાસ થશે.
કનુભાઈએ જણાવ્યું હતું કે, આપણે જે પણ વિકાસના કાર્ય કરીએ છીએ તેમાના અનેક કામો ઉદ્યોગો માટે પણ કરવામાં આવી રહ્યા છે. ઉદ્યોગો માટે રસ્તાની સગવડ ઉભી કરી છે. કેમ કે ઉદ્યોગો રોજગારી આપે છે. એ સાથે આપણા વિસ્તારમાં અનેક કામો ઉદ્યોગોના સહાયથી આપણે કરવા જોઈએ. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જે રીતે આ...