ગેરકાયદે વિલનામું રદ કરવા તેમજ ગેરકાયદે જમીન ઉપર કબજો કરનારા સામે કાર્યવાહી કરવા સેલવાસ કલેકટર માં અરજી
સેલવાસ દુધનિમાં ગેરકાયદેસર કબજો કરનાર સામે જમીનના મૂળ માલિકે કલેકટર માં લેખિત ફરિયાદ સાથે ગેર કાયદેસર કબજો કરનારે ખોટું વિલ નામું રજૂ કર્યું હોવાને લઇ અન્ય એકે પણ કલકેટર માં ફરિયાદ કરી દાદ માંગી છે.
દાદરા અને નગર હવેલી માં દૂધની ગામે ખોરી પાડા માં રહેતા વિજય લક્ષી ખરપડીયા અને લાહનું બારકું ખરપડીયા એ સેલવાસ કલકેટર માં લેખિત માં અરજી કરી જણાવ્યું છે કે ખાતા નંબર 57 વાળી જમીન સર્વે નંબર 159/1,116/2,141/4,238 વળી જમીન માં ઇસમત રાજુ ખરપડીયા અને રસિક જાને ખરપડીયા એ બિન કાયદેસર વિલ નામું કરી કબજો કરી લીધો છે જે થી તે વિલ નામું રદ કરવા તેમજ કબજો દૂર કરવા કલેકટર સમક્ષ દાદ માંગી છે.
સાથે સાથે લાહનું બારકું ખરપડીયા એ પણ કલેકટર માં કરેલી અરજી માં જણાવ્યું છે કે ખેડ ખાડા નંબર 78 માં સમાવિષ્ટ સર્વે નંબર 127/1,127/2 આમ કુલ 2 સર્વે નંબર માં ઇસમત રાજુ ખરપડીયા અને રસિક જાનિયા ખરપડીયા બિનકાયદેસર ર...