![વલસાડ જિલ્લામાં TB ના દર્દીઓને પોષણયુક્ત ખોરાક પૂરો પાડતી મુસ્કાન NGO દ્વારા ફંડ એકત્ર કરવા અનુપ જલોટાના ભજન સંધ્યા કાર્યક્રમનું આયોજન](https://aurangatimes.com/wp-content/uploads/2024/03/IMG-20240310-WA0008-780x440.jpg)
વલસાડ જિલ્લામાં TB ના દર્દીઓને પોષણયુક્ત ખોરાક પૂરો પાડતી મુસ્કાન NGO દ્વારા ફંડ એકત્ર કરવા અનુપ જલોટાના ભજન સંધ્યા કાર્યક્રમનું આયોજન
વલસાડ જિલ્લામાં અંદાજિત 3500 જેટલા TB ના દર્દીઓ છે. જેમાંના 200 જેટલા દર્દીઓને વાપીની મુસ્કાન NGO દ્વારા દર મહિને દવા અને જરૂરી પ્રોટીન યુક્ત ખોરાકની રાશન કીટ પુરી પાડવામાં આવે છે. TB જેવા રોગને નાબૂદ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાસ અભિયાન હાથ ધર્યું છે. આગામી 2025 સુધીમાં TB મુક્ત ભારતનો તેમાં સંકલ્પ રહેલો છે. જે માટે ની-ક્ષય મિત્ર યોજના પણ શરૂ કરવામાં આવી છે. જેમાં સહભાગી થવા ફંડની જરૂર હોય મુસ્કાન NGO દ્વારા આગામી 30 મી માર્ચે જાણીતા ભજનિક અને પદ્મશ્રી અનુપ જલોટા નો ભજન સંધ્યા કાર્યક્રમ યોજવામાં આવશે. જે અંગે મુસ્કાન NGO દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરી વિગતો પુરી પાડવામાં આવી હતી.
મુસ્કાન NGO ના ફાઉન્ડર રીમાં કલાણીએ જણાવ્યું હતું કે, તેમની સંસ્થા વલસાડ જિલ્લામાં ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ બે વર્ષથી કાર્ય કરે છે. આ અભિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું છે. જેઓએ વર્ષ 2025 ...