
સરીગામ SIAની વાર્ષિક સાધારણ સભા યોજાઈ, SIA હોલ સહિત વિવિધ કામો અંગે ચર્ચા કરાઈ
ઉમરગામ તાલુકાના બહુધા ઔદ્યોગિક વસાહત ધરાવતી સરીગામ જીઆઇડીસી માં વર્ષોથી કાર્યરત સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના હોલ ખાતે ગુરૂવારના પ્રમુખ નિર્મલ દુધાનીના અધ્યક્ષતા હેઠળ વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સભા અંતર્ગત પૂર્વ પ્રમુખ સીરીશ દેસાઈ, કમલેશ ભટ્ટ, ઉદય માર્બલી, શિવદાસન દાસ તથા SIA ની એક્ઝિક્યુટિવ સભ્યોની ટીમ સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓની હાજરી રહી હતી. કાર્યક્રમની શરૂઆતમાં પ્રમુખના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત સૌ ઉદ્યોગપતિઓને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ વર્ષ 2023-24 આવક જાવકનો હિસાબ રજૂ કરી સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો. વિવિધ મુદ્દાઓમાં ચર્ચા વિચારણા કરતા સર્વપ્રથમ નવા એસઆઇએ હોલ નિર્માણ કાર્યનું ખાતમુર્હુત આગામી દિવસોમાં કરવામાં આવશે,બાયપાસ નો જર્જરીત માર્ગને હાલે પીડબ્લ્યુડીએ ટેન્ડર પ્રક્રિયા આરંભ કરી જરૂરી મંજૂરી મેળવ્યા બાદ 22 કરોડના ખર્ચે દિવાળી સુધી ર...