વાપીની R. S. ઝૂનઝૂનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયો Almafiesta Euphoria-2023 ના બેનર હેઠળ એન્યુઅલ ડે
વાપીની જાણીતી અંગ્રેજી માધ્યમિક શાળા એવી R. S. ઝૂનઝૂનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલમાં શનિવારે સાંજે Almafiesta Euphoria-2023 ના બેનર હેઠળ એન્યુઅલ ડે નો રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યના નાણાં-ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ પ્રધાન કનું દેસાઈ, સીકર રાજસ્થાનના સાંસદ સ્વામી સુમેધા નંદ સહિતના મહાનુભાવોના હસ્તે શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થોનું સન્માન કરવામાં આવ્યું હતું. એન્યુઅલ ડે નિમિતે શાળાના 550 જેટલા વિદ્યાર્થીઓ ડાન્સ સાથેના રંગારંગ કાર્યક્રમની પ્રસ્તુતિ કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતાં.
વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલ R. S. ઝૂનઝૂનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલમાં આયોજિત આ કાર્યક્રમ દરમ્યાન શાળાના મેનેજીંગ ડિરેકટર નિલેશ રાઠોડ દ્વારા શાળામાં લેવાતા અભ્યાસક્રમો અને સ્પોર્ટ્સ એક્ટિવિટી અંગેની વિસ્તૃત માહિતી પ્રદાન કરી હતી.
કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા રાજ્યના નાણાં...