પારડી તાલુકાના ગોઈમાં ગામેં હાયપાવર પ્રોજેક્ટના વિરોધમા અનંત પટેલના પ્રહારો, આ સરકાર લુલી, બેહરી, આંધળી અને ચોર છે.
ગુરુવારે 28મી એપ્રિલે પારડી તાલુકાના ગોઈમાં ગામેં હાઇપાવર પ્રોજેક્ટના વિરોધમા મુખ્યમંત્રીને ઉદ્દેશીને પારડી મામલતદારને આવેદનપત્ર આપી તાત્કાલિક પ્રોજેક્ટ બંધ કરવા રજૂઆત કરવામાં આવી હતી. ઢોલ-નગારા-DJ ના તાલે હાથમાં વિરોધ ના બેનર અને સૂત્રો સાથે નીકળેલ વિરોધ રેલીમાં વાંસદા ના ધારાસભ્ય અનંત પટેલ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકઠા થયા હતાં.
હાઈપાવર સ્ટેશનના વિરોધમાં રેલી સ્વરૂપે પારડી મામલતદાર ને આવેદનપત્ર સુપ્રત કરતી વખતે અનંત પટેલે જણાવ્યું હતું કે, તે ગુજરાત નોં ધારાસભ્ય છે. અને સમાજને પડતી મુશ્કેલીઓને વાચા આપવી તેની ફરજ છે. આદિવાસી લોકોની કોઈપણ સમસ્યા હશે તે ઉભો રહેશે અહીં પણ આદિવાસીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. એને માટે લડત લડવાની આંદોલન કરવાની તેની ફરજ છે.
અનંત પટેલે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આ સરકાર લુલી, બેહરી, આંધળી અન...