
વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) ખાતે, “Global Chemicals Regulatory Outlook – 2024” પર અવેરનેસ સેશનનું કરાયું આયોજન
વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA), Regulatory Representatives & Managers Association (RRMA), Global Product Council (GPC) અને CHEMEXCIL દ્વારા સંયુક્ત રીતે "Global Chemicals Regulatory Outlook – 2024" પર એક અવેરનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
RRMA દ્વારા આયોજિત આ 2જી ઇવેન્ટ “Global Chemical Regulatory Outlook 2024” છે. જ્યાં તેઓ સામૂહિક રીતે વિકસતા વૈશ્વિક નિયંત્રક લેન્ડસ્કેપનો અભ્યાસ કરે છે. જે રાસાયણિક અનુપાલન સંબંધિત ઉદ્યોગોમાં સમજણ અને ક્ષમતા વધારવા ઉપયોગી છે. RRMA વેબિનાર, કોન્ફરન્સ જેવા કાર્યક્રમોનું આયોજન કરી નિયંત્રક વાતાવરણમાં અસરકારક નેવિગેશન માટે જરૂરી સાધનો અને જ્ઞાન સાથે નિયંત્રક વ્યાવસાયિકો અને સંસ્થાઓને સજ્જ કરવાનો પ્રયાસ કરે છે, કે જેથી ઉદ્યોગની સમજને પ્રોત્સાહન આપી શકાય. તેઓ પોતાનું આ કાર્ય ગુજરાત પૂરતું સીમિત ન રાખતા હવે ભારતના દક્ષિણ પ્રદેશ ઉપરાંત બેંગ્લો...