NRI મહિલાની કરોડોની જમીન બારોબાર વેચી નાખનાર વ્યક્તિએ છરવાડા માં પણ ગૌચરણની જમીન પર કબજો કર્યો હોવાનો ગામના જાગૃત નાગરિકનો આક્ષેપ
વાપીના રાતા અને છીરીમાં વડીલોપાર્જિત સાત જેટલા સર્વે નંબરો પૈકી એક જ સર્વે નંબરવાળી જમીન માટે કરેલી પાવર ઓફ એટર્નીના આધારે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી સાતેય સર્વે નંબરની જમીનો બારોબાર વેચી મારતાં અમેરિકાથી આવેલી 77 વર્ષિય NRI મહિલાએ ન્યાય માટે વલસાડ જિલ્લા પોલીસવડા, કલેકટર સમક્ષ અરજ કરી છે. ત્યારે, આ ઘટના બાદ છરવાડા ના એક જાગૃત નાગરિકે પણ આક્ષેપો કર્યા છે. કે, NRI મહિલાની જમીન વેચી દેનાર વ્યક્તિએ છરવાડા ગામમાં પણ ગૌચરણની જગ્યા પર કબજો કર્યો છે. જે અંગે તે વર્ષોથી ન્યાયની માગ કરે છે. જેમાં તેને સફળતા મળી નથી. ત્યારે આ મહિલાને સફળતા મળશે કે કેમ?
વાપી નજીક છરવાડા ગામે રહેતા જાગૃત નાગરિક સુરેન્દ્ર ધીરુભાઈ પટેલે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, બે ચાર દિવસ પહેલા તેમના ધ્યાનમાં આવ્યું કે એક NRI મહિલાની 40 કરોડની જમીન રાજેશ વસંત પરમાર નામના વ્યક્તિએ બારોબાર વેચી દીધી છે. તે અંગે મહિલાએ પો...