વાપી તાલુકાના કરાયા ગામે સર્વે નંબર 142, 145, 146 અને 153 વાળી કિંમતી ખેતી ની જમીનના બોગસ દસ્તાવેજ બનાવી વેચી દીધી હોવાના આક્ષેપ!
વાપી તાલુકાના કરાયા ગામની કરોડોની જમીનના લાખોમાં દસ્તાવેજ બનાવી મૂળ માલિકની જાણ બહાર વેચી દીધી હોવાના આક્ષેપ સાથે ખેતીની જમીનના વિવાદને લઈ મહેસુલ તેમજ પોલીસ વિભાગ સહિત ગુજરાત સરકારમાં રજુઆત કરવામાં આવી છે.
વાપીના કરાયા ગામે આવેલ ખાતા નંબર 469 સર્વે/બ્લોક નંબર 142, 145, 146, તથા 153 વાળી ખેતીની કિંમતી જમીન અંગે જમીનના મૂળ માલિક જયંતીલાલ લક્ષ્મી ચંદ શાહની દિકરીઓએ ગંભીર આક્ષેપ સાથે મહેસૂલ વિભાગ, વલસાડ જિલ્લા પોલીસવડા તેમજ ગુજરાત સરકારમાં રજુઆત કરી છે. જેને લઈને આ સમગ્ર ઘટનાએ જિલ્લાના લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
કરાયા ગામની જે જમીનને લઈને વિવાદ વકર્યો છે તે જમીન હાલના રેવન્યુ રેકર્ડ મુજબ જોઈએ તો, તેમાં મૂળ માલિક તરીકે જયંતીલાલ લક્ષ્મીચંદ શાહ બાદ તેમની પત્ની, તેમની પુત્રીઓ ના નામ છે. તો, પરાગ લલ્લુભાઇ પટેલ પાસેથી આ જમીન વલવાડા ના ચિંતન દેસાઈ નામની વ્યક્તિએ વેંચાણથી ખ...