અજિત પલ્પ એન્ડ પેપરમિલે ગુજરાત સરકાર સાથે 300 કરોડના MoU કર્યા, ડાયરેકટર કાબરીયા અને શાહની લાંબી છલાંગ?
વાપી GIDC અને મોરાઈ GIDC માં પેપરમિલ ઉદ્યોગ ક્ષેત્રે જાણીતા શ્રી અજિત પલ્પ એન્ડ પેપરમિલ લિમિટેડ કંપનીના ડિરેક્ટરોએ કંપની અને ગુજરાત સરકાર વચ્ચે રૂપિયા 300 કરોડના Memorandum of understanding (MoU) કર્યા છે.
ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાણા ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર કમલ દયાણી, ડો. રાહુલ ગુપ્તા સાથે શ્રી અજીત પલ્પ એન્ડ પે૫૨મીલ્સ લિમિટેડના CMD ગૌતમ શાહ, કંપનીના ડિરેક્ટર યોગેશ કાબરીયા અને વાપી VIA ના સલાહકાર બોર્ડના સભ્ય મિલન દેસાઈની ઉપસ્થિતિમાં આ 300 કરોડનું એમઓયુ કરવામાં આવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે, શ્રી અજિત પલ્પ એન્ડ પેપરમિલ લીમીટેડમાં 11ફેબ્રુઆરી 2022થી ગૌતમ શાહ એડિશનલ ડિરેકટર, એ પહેલાં 20 ડિસેમ્બર 2020થી યોગેશ કાબરીયા ડિરેકટર બન્યા છે. કં...