ડાંગના સુબિરનો TDO ACB ની ટ્રેપમાં સપડાયો, પેવર બ્લોકની કામગીરીના બીલમાં સહી કરવા માંગ્યા હતા 6000 રૂપિયા…!
વલસાડ ACB પોલીસ સ્ટેશનના PI જે. આર. ગામીતે આહવા-ડાંગના સુબિર તાલુકાની તાલુકા પંચાયતની કચેરીમાં ટ્રેપ ગોઠવી લાંચિયા TDO ને 6000 રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. જેને લઈને ડાંગ-વલસાડની સરકારી કચેરીઓમાં ફફડાટ ફેલાયો ગયો છે.
આ અંગે ACB એ આપેલી વિગતો મુજબ 15 માં નાણાપંચ વર્ષ-2023-24 અંતર્ગત તાલુકા વિકાસ અધિકારી, સુબીર તરફથી મંજુર થયેલ પેવર બ્લોક બેસાડવાની કામગીરી ફરિયાદી કોન્ટ્રકટરે કરી હતી. આ કામગીરીના બનાવેલ એમ.બી.બુક તથા બીલમાં તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્રકુમાર બાલુભાઈ હાથીવાલાની સહી લેવાની હતી. જેમણે સદર એમ.બી. બુક તથા બીલમાં સહી કરી આપવાના અવેજ પેટે ફરીયાદી પાસે રૂપિયા 6000/- ની લાંચની માંગણી કરી હતી.
જે લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોય તેણે ACBનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે ફરિયાદ આધારે ACB સુરત એકમના મદદનિશ નિયામક આર.આર.ચૌધરીના સુપરવિઝનમાં વલસાડ ACB પોલીસ સ્ટેશનના PI જે. આ...