
વાપી બાદ ઉમરગામમાં પણ ઉદ્યોગકારો-વેપારીઓ સામે પત્રકારનો રોફ જમાવતા YouTube’s ગેંગ સામે નોંધાઇ શકે છે ફરિયાદ:-સૂત્ર
વાપીમાં ખડણી મામલે 5 કહેવાતા પત્રકારો સામે ફરિયાદ નોંધાઇ હતી. જે કેસમાં હાલ 2 મહિલા પત્રકાર નવસારી જેલમાં છે. ત્યારે આવા જ કહેવાતા યૂટ્યૂબ પત્રકારની ગેંગથી ઉમરગામમાં પણ ઉદ્યોગકારો-વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જેના પર સિકંજો કસવા ઉદ્યોગકારો, વેપારીઓ કાયદાનો સહારો લેવા ફરિયાદ કરવાની તજવીજમાં હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
સૂત્રો તરફથી મળતી વિગત મુજબ ઉમરગામમાં એક પુરુષ અને એક મહિલા પોતાને પત્રકાર ગણાવી યુ ટ્યૂબ ચેનલમાં સમાચાર પ્રસારિત કરવાની ધમકીઓ આપી ઉમરગામ વિસ્તારના ઉદ્યોગકારો, વેપારીઓ પાસે સેટિંગ ડોટ કોમની ડિમાન્ડ કરતા ફરી રહ્યા છે.
આ ટોળકી ઉદ્યોગકારો પાસે જઈ તેમની કંપનીના વિવિધ સરકારી મંજૂરી ના દસ્તાવેજ માંગી રૌફ જમાવી રહ્યા છે. સમાચાર પ્રસારિત કરી બદનામ કરી દેવાની ધમકીઓ આપી રહ્યા છે. ત્યારે, હવે આ ગેંગથી ત્રાસેલા લોકો આવા કહેવાતા પત્રકાર પર સિકંજો કસવામાં આવે તેવી ...