DNH માં શહેરી-ગ્રામ્ય વિસ્તાર બાદ જંગલની જમીનમાં રહેતા આદિવાસી પરિવારોને બેઘર બનાવવાની કામગીરી શરૂ કરતા આદિવાસી સમાજ લાલઘૂમ!
દાદરા નગર હવેલીમાં પ્રશાસને શહેરી વિસ્તારમાં સ્માર્ટ સિટીના નામે તો, ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદે દબાણ ના નામે કેટલાય બંધકામોને ધ્વસ્ત કર્યા બાદ હવે જંગલની જમીનમાં ઝુંપડા બાંધી રહેતા આદિવાસી પરિવારોના પ્લોટ છીનવી બેઘર બનાવવાની કામગીરી શરૂ કરી છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ખાનવેલ આદિવાસી ક્ષેત્રમાં જંગલની જમીનમાં રહેતા આદિવાસી પરિવારોના પ્લોટ પર વનવિભાગે પ્લાન્ટેશન પ્રક્રિયા હાથ ધરતા આદિવાસી જંગલ જન જીવન આંદોલનના નેજા હેઠળ આદિવાસી સમાજે મોટી સંખ્યામાં એકત્ર થઈ રેલી કાઢી ખાનવેલ રેન્જ ફોરેસ્ટ ઓફીસ ખાતે આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો હતો.
દાદરા નગર હવેલી વનવિભાગે આદિવાસીઓને ફાળવેલ પ્લોટ પરથી તેમની હકાલપટ્ટી કરી ખુલ્લા પ્લોટમાં વૃક્ષારોપણ માટે ખાડા ખોદી વૃક્ષારોપણ ની પ્રક્રિયા હાથ ધરી છે. જે અંગે મંગળવારે ખાનવેલ ક્ષેત્રના દુધની પટેલાદ, માંદોની પટેલાદના આદિવાસી...