
ઉત્તરાખંડના જોશી મઠની ઘટના બાદ ઇસરોએ ગુજરાતના આ દરિયાકાંઠા અંગે પણ આપી ચેતવણી
ઉત્તરાખંડના જોશી મઠમાં થઈ રહેલી ઘટના સાથે સાથે ગુજરાતના દરિયા કિનારા અંગે પણ ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. અહેવાલ રજૂ કરનાર ઈસરોએ અનુમાન લગાવ્યું છે કે, કચ્છ, જામનગર, ભરૂચ, નવસારી સહિત વલસાડ જિલ્લાનો દરિયા કાંઠો પર સતત ધોવાઇ રહ્યો છે. જ્યારે અમદાવાદ દર વર્ષે જમીનમાં સરકી રહ્યું છે. દરિયાઈ ધોવાણ સહિત વધુ પડતા ભૂગર્ભ જળના ઉપયોગથી ગુજરાતના ઘણા શહેરો ડૂબી શકે એવી શક્યતા દર્શાવવામાં આવી છે.
વલસાડના ઉમરગામ તાલુકાના કાલઈથી લઇ દહેરી અને મહારાષ્ટ્રની હદ સુધી લગભગ 33 કી.મીના દરિયા કાંઠા ઉપર સતત દરિયાઈ ભરતી અને ચોમાસા દરમિયાન મોટા પ્રમાણ માં કાંઠાનું ધોવાણ થઈ રહ્યું. ગત ચોમાસા વખતે નારગોલ બંદર ઉપર વસતા સાગર કાંઠાના ઘરોમાં દરિયાનું પાણી ધસી જતા સાગરખેડુઓના પરિવારનું મોટા પાયે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. કાંઠા વિસ્તારોનું ધોવાણ અટકાવવા સ્થાનિક માછીમારોએ અનેક વાર સંબંધિત નેતા અને...